শ্রীগোপাল গৌশাল চ। ট্রাস্ট, টা। 19/12/2006 প্রতিষ্ঠিত হয়।
શ્રી ગોપાલ ગૌશાળા ચે. ટ્રસ્ટ, તા. ૧૯/૧૨/૨૦૦૬ ના રોજ સ્થાપના થયેલ છે. જેમાં હરબટીયાળી ગામના લોકોએ કાર્ય શરૂ કરેલ.
અમારી ગૌશાળા મું. હરબટીયાળી, તા. ટંકારા, જી. મોરબી માં આવેલ છે. જ્યાં અમારે ત્યાં ૮૦થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવે છે. બીમાર તેમજ રોગીસ્ઠ ગાયુની સંભાળ રાખીએ છીએ. આ માટે અમને ઘણી બધી જગ્યાએ થી દાન આવે છે જેમાંથી બધો ખર્ચ કરવામાં આવે છે. ગાયોને રહેવા માટે શેડ બનાવેલ છે તેમજ ગોડાઉન પણ બનાવેલ છે જેનો ઉપયોગ ઘાસચારો ભરવા માટે કરવામાં આવે છે.
આ માટે કમિટી પણ બનાવામાં આવી છે જે બધુ દેખરેખ રાખે છે તેમજ હિસાબ પણ રજૂ કરે છે.
કોઈપણ લોકોને દાન કરવું હોય તો એપ્લિકેશનમાં આપેલ માહિતી પર કરી સકો અથવા કમિટી મેમ્બરનો સંપર્ક કરવો.
આવેલ દાનની વિગત બધા જાણી શકે એ માટે એપ્લિકેશનમાં હિસાબ નામનું મેનૂ આપેલ છે.
કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવે છે જેમ કે રોકડ, બેંક, નીરણ ( ઘાસચારો).